Online Relationship - Gujarati Poem

Online Relationship - Gujarati Poem

હવે સંબંધો Install થઇ શકે છે, હાર્ટમાં લાગણીઓનું Storage થઇ શકે છે.

એ Copy-Paste થાય, Delete થઇ શકે, Rename તો રોજે રોજ થઇ શકે છે.

સંબંધો હવે કોમ્પ્યુટરની ફાઇલની જેમ Share થઇ શકે છે.

જરૂર પડે તો Formate Change થઇ શકે છે.

પ્રેમ હવે આંખોના મળવાથી જ નહીં Email મળવાથી પણ થઇ જાય છે!

હાર્ટમાં નહીં હાર્ડ ડીસ્કમાં આખું જગત સમાઇ જાય છે.

સંબંધોમાં પણ હવે ‘mobile Number Portability’ જેવી સરળતા રહે છે.

Terms & Condition સારા હોય ત્યાં સૌ ઢળતા રહે છે.

‘Live in Relationship’ જેવા રૂપાળા Label મળે છે.

પ્રેમ, લાગણી, ઉષ્મા બધું જ Digital મળે છે.

પૈસાથી સંબંધો Recharge થાય છે.

હવે તો બધું જ Online થઇ શકે છે.

Credit Card થી રોમાંસ થઇ શકે છે!

પણ, આ બધું તું જવા દે.

જે થતું હોય તે થવા દે.

આપણો પ્રેમ Disconnect ન થઇ જાય તે જોજે.

આપણી નાનકડી દુનિયા Online Install કરવી પડશે,

Next, Next, Next કરતાં એને Run કરવી પડશે.

મારા માટે તું Antivirus સમ લાગે છે,

તારા વગર હવે મારા જીવને જોખમ લાગે છે.

Facebook, Instagram પર મળતી રહેજે, Email, Call કરતી રહેજે.

તો ચાલ, હવે હું જાઉં છું,

આજ પુરતો Log Off થાઉં છું.